બદલાતી લાઈફસ્ટાઈલ સાથે ઘણી ચેલેન્જીસ આવે છે, જેમાંની એક છે સ્થૂળતા
વજનને નિયંત્રિત કરવા અને સ્વસ્થ રહેવા ઘણા લોકો માત્ર ઘઉંની નહીં પણ મિક્સ ફ્લોરની રોટલી પસંદ કરે છે
પણ આ મલ્ટિગ્રેન લોટ તમે બજારમાંથી લો તો તેની પૌષ્ટિકતા પર ભરોસો ન કરી શકાય, તો ઘરે જ બનાવો
આ માટે તમારે ઘઉં, ચણા, સોયાબીન, જવાર, મકાઈ લેવાના છે, પણ આની માત્રા પર ધ્યાન આપજો
જો 2 કિલો ઘઉં હોય તો ચણા 100 ગ્રામ અને બાકીની વસ્તુ 50 ગ્રામ લેવાની રહેશે
આ અનાજને ધોઈ, તડકામાં સૂકવો અને ત્યારબાદ કડાઈમાં શેકી લો, ત્યારબાદ મિક્સર કે ઘરઘંટીમાં પીસો
મલ્ટિગ્રેન આટો સામાન્ય ઘઉંના લોટથી અલગ હોય છે, જેથી ઓછા પાણીમાં બાંધવો નહીંતર રોટલી વણાશે નહીં
આ રોટલી ગરમાગરમ જ ખાવી યોગ્ય રહેશે, કારણ કે તે 10-15 મિનિટ પછી સૂકાઈ જાય છે
તેમ છતાં જો તમે ઘરે જ મલ્ટિગ્રેન લોટ બનાવવા માગતા હો તો પહેલા ફૂડ એક્પર્ટની સલાહ લેજો