નહીં નહીં ભઈ, આ તમે સમજો છો તે બૉયફ્રેન્ડ્સની ગર્લફ્રેન્ડ્સનો દિવસ નથી, આ તો સખીઓનો દિવસ છે
આપણે જેને બહેનપણી, સહેલી, સખીના નામે ઓળખીએ છીએ, તે લોકો માટે 1 ઑગસ્ટ ગર્લફ્રેન્ડ્સ ડે તરીકે ઉજવાય છે
આજકાલ છોકરા-છોકરીઓની મિત્રતા કોમન થઈ ગઈ છે, પરંતુ એક સમયે છોકરીની સખી છોકરી જ હતી
આસ-પડોશમાં રહીને સાથે મોટી થયેલી, સ્કૂલમાં મળેલી, કોલેજમા મળેલી સખીઓનો આ દિવસ છે
એક સ્ત્રી બીજી સ્ત્રીને વધારે સમજી શકે તે ન્યાયે આજેપણ દરેકની એક ખાસ બહેનપણી હોય છે
આ સંબંધો વધારે નિખાલસ, પ્રેમભર્યા હોય છે અને ગાઢ પણ હોય છે, ઘણીવાર કપરાકાળમાં કામ પણ આવે છે
સ્ત્રીઓ માટે મૈત્રી આજીવન ટકાવવી અઘરી છે કારણ કે લગ્ન બાદ તેમનું જીવન, શહેર બદલાતું રહે છે
જોકે આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના મિત્રો એકબીજાના સંપર્કમાં રહી શકે છે, યાદો તાજી કરે છે
આવી જ રીતે 3જી ઑક્ટોબરે નેશનલ બૉયફ્રેન્ડ્સ ડે ઉજવવામાં આવે છે, જોકે આ બન્ને દિવસો ઓછા પ્રચલિત છે.