અહાન પાંડેએ પહેલી જ ફિલ્મથી બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને નેશનલ ક્રશ બની ગયો છે
પણ માત્ર અહાન જ નહીં એવા ઘણા સ્ટાર્સ છે જેની પહેલી ફિલ્મએ જ ધૂમ મચાવી દીધી હોય
આ યાદીમાં મિ. પરફેક્શનિસ્ટનું નામ પણ આવે. ક્યામત સે કયામત તકમાં આમિર ખાન અને જૂહી ચાવલા હતા
જૂહીએ અગાઉ સલ્તનતમાં કામ કર્યું હતું, પણ આમિરની પહેલી ફિલ્મે તે સમયે પાંચ કરોડની કમાણી કરી હતી
ત્યારબાદ મૈંને પ્યાર કીયામાં ભાગ્યશ્રી પહેલીવાર દેખાઈ, ટીવી બાદ મોટા પદડે તેણે જાદુ ચલાવ્યો હતો
સલમાનને પણ આ ફિલ્મે જ લોકપ્રિયતા અપાવી હતી, ફિલ્મનું કલેક્શન 15 કરોડ થયું હતું
વર્ષ 2000માં આવેલી કહો ના પ્યાર હૈ રીતિક રોશન અને અમિષા પટેલની પહેલી ફિલ્મ હતી
ગજબનું ઘેલું લગાડનાર આ ફિલ્મ લાંબા સમય સુધી થિયટરોમાં રહી અને 45 કરોડ છાપી નાખ્યા હતા
આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાનની પહેલી ફિલ્મ જાને તૂ યા જાને ના...પણ 55 કરોડ રૂપિયા કમાઈ હતી
બેન્ડ બાજા બારાત રણવીર સિંહની પહેલી ફિલ્મ હતી અને રણવીર પણ રાતોરાત નેશનલ ક્રશ બની ગયો હતો