યુપીના આ જિલ્લામાં 17 નદીઓ વહે છે

બીજા દેશોની ઘણી વિશેષતાઓ જોવા આપણે લાખો ખર્ચી ત્યાં પ્રવાસે જઈએ છીએ અને તેના પર ઘમંડ પણ કરીએ છીએ

પણ આપણા દેશના ખૂણે ખૂણે કુદરતે એવી કરામતો કરી છે, જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ

ઉત્તર પ્રદેશ આમાનું જ એક રાજ્ય છે અને આજે પણ આ રાજ્યના એક જિલ્લાની વાત કરીશું 

આ જિલ્લાનું નામ છે આઝમગઢ અને અહીં બે કે ચાર નહીં, પણ 17 નદીઓ વહે છે

 પૌરાણિક અને ઐતિહાસિક ધરોહર પોતાનામાં સમાવીને બેસેલો આ જિલ્લો ઋષિમુનિઓનું પણ પ્રિય સ્થળ રહ્યો છે

આ જિલ્લામાં ત્રણ સંગમ છે અને અહીં ઘણી નદીઓનું પણ ઐતિહાસિક મહત્વ છે

મોટી નદીઓની વાત કરીએ તો ઘાઘરા, તમસા અને છોટી સરયુ છે અને ગંગી, મંજુષા પણ વહે છે

 આ સાથે બસો, ઉદંતી, કુંવર, સીલાની, મંગાઈ, ભૈંસાહી, લોની, દોના, ઓરા, બગાડી, સુકસુઈ, કયાડ વગેરે નદીઓ છે.

જોકે દેશની ઘણી નદીઓની જેમ ઘણી નદીઓની જાળવણી ન થઈ હોવાથી તે સૂકાઈ રહી છે

આપણે જીવનરેખા કહેવાતી આ નદીઓની સ્વચ્છતા જાળવવી જોઈએ અને ખળખળ વહેતી રાખવી જોઈએ

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...