અજમાનું વધારે પડતું સેવન ભારે પડશે હો!

અજમા દરેક રસોડામાં હોય છે અને પેટમાં દુઃખે તો આપણે તરત અજમા ચાવી લઈએ છીએ

પાચનક્રિયાને સરળ બનાવવાથી માંડી વજન ઉતારવા માટે અજમા અથવા અજમાનું પાણી પીવામાં આવે છે

..પણ ઔષધીય ગૂણોવાળો અજમો જો જરૂર કરતા વધારે ખવાય તો મોટી સમસ્યાઓ ઊભી થાય છે, ચાલો જાણીએ

અજમામાં એવા એક્ટિવ કમ્પાઉન્ડ છે, જેનાથી ચક્કર આવવા અથવા ઉલટી થવાની શક્યતા છે, ઘણીવાર ગંધથી માથું પણ દુઃખે છે

 અજમાની તાસિર ગરમ છે. વધારે પડતા અજમા એસિડિટી કે પેટમાં જલન પેદા કરી શકે છે, ગેસ્ટ્રિક અલ્સર પણ થાય છે

અજમામાં thymol નામનું તત્વ છે, જે વધારે શરીરમાં જાય તો લીવર પર અસર કરે છે

જો તમે લોહી પતલુ કરવાની દવાઓ લેતા હો તો અજમા ખાવામાં સાવધાની રાખજો, નહીંતર બ્લિડિંગની સમસ્યા ઊભી થશે

દિવસના અડધી ચમચી જેટલા અજમા અથવા અજમાનું પાણી લઈ શકાય છે. વજન ઘટાડવા માટે વધુ અજમો લેવો નહીં

ઘણી વખત દવા તરીકે કામ કરતા ઘરગથ્થુ ઈલાજ લાંબા સમયે મુસિબત ઊભી કરે છે, આથી નિષ્ણાતની સલાહ લેવી

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...