જે લોકો પ્રમાણમાં ઓછું ટ્રાવેલિંગ કરતા હોય તેમને ઘણીવાર ખાસ કરીને એસી કાર કે બસમાં વૉમિટિંગ થાય છે

motion sickness નામે ઓળખાતી આ સ્થિતિ મગજ, આંખ અને કાન વચ્ચેના સિગ્નલ્સ કૉન્ફ્લિક્ટિંગને લીધે થાય છે

આવી સ્થિતિમાં એક તો તમારી મુસાફરીની મજા બગડે છે અને સાથે અન્યોને પણ મુશ્કેલીઓ પડે છે

તો જો તમને પણ આ મોશન સિકનેસ પરેશાન કરતી હોય તો તમે આ સાદા પ્રયોગો કરી શકો છો

તમારે ટ્રાવેલ કરતા પહેલા લીંબુના બે ભાગ કરી તેના પર સિંધવ મીઠું ભભરાવી દેવાનું છે અને તેને ચાટ્યા કરવાનું છે

તમે આદુવાળી પીપરમેન્ટ્સ, હાજમોલા વગેરે લાંબો સમય સુધી મોઢામાં રાખો, લીંબુ સરબત પણ પી શકો

સતત મોબાઈલ, બુક કે ગેમ્સમાં બિઝી ન રહો. નીચે જોવા કરતા દૂરની કોઈ વસ્તુ પર નજર સ્થિર કરો

જો શક્ય હોય તો સિટ પાછળ ખેંચી આંખો બંધ કરી આરામ કરો, અથવા બારી ખોલી ઠંડી હવા લઈ શકો તો તેમ કરો

આ સમયે હાઈડ્રેટ રહેવું સૌથી વધારે જરૂરી છે, આથી પાણી અથવા તો શરીરને ઠંડક આપે તેવા પીણા પીવાનું રાખો

વચ્ચે બ્રેક લઈ શકાતો હોય તો લો અથવા મુસાફરી પુરી થાય પછી થોડો આરામ કરો અને લાઈટ ફૂડ લો