મીઠા લીમડાના ગૂણ પણ મીઠા

તપેલીમાં તેલ, રાય,જીરૂ સહિતના તમામ મસાલા મૂક્યા બાદ વઘારમાં જ્યારે બે કરી પત્તા ઉમેરાઈ ત્યારે આખું ઘર મહેંકી ઊઠે છે

વઘારમાં વપરાતા મીઠા લીમડામાં ઘણા પોષકતત્વો છે અને ખાસ કરીને તેનું પાણી પીવાથી થતાં ફાયદા વિશે અમે તમને જણાવીશું

કરી પત્તા બેડ કૉલસ્ટ્રોલ લેવલને ઓછું કરવાનું કામ કરે છે, આથી તમારી હાર્ટ હેલ્થ માટે આ પાણી ઘણું કામનું છે

રોજ સવારે એક ગ્લાસ કરી પત્તાનું પાણી તમારી ગટ હેલ્થ સુધારી દેશે. જો તમને પેટ-પાચનની સમસ્યા હોય તો આ પ્રયોગ કરો

મીઠો લીમડો તમારી ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરે છે. તે તમારી મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે, આથી ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે

કરી પત્તા સ્કેલ્પ હેલ્થ માટે મહત્વના માનવામાં આવે છે. આ સાથે ત્વચાને વર્ષો સુધી યુવાન રાખવામાં પણ મીઠો લીમડો મદદ કરે છે

આ બધુ શક્ય છે કારણ કે મીઠા લીમડામાં ફાયબર, આયર્ન, ફોલિક એસિડ, વિટામિન એ,બી,સી અને ઈ છે 

મીઠો લીમડો એન્ટી ઈન્ફેલેમેટરી અને એન્ટિ ઓક્સિડેન્ટ છે. હાઈપોગ્લાઈસેમિક અને એન્ટિબાયોટિક ગૂણો છે

મીઠા લીમડાના પત્તાને પાણીમાં ઉકાળી લો, તેને ગાળી અને ઠંડુ કરો અને ત્યારબાદ પીઓ. આ પ્રયોગ તમારા નિષ્ણાતને પૂછી કરજો.

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...