તમે સવાર સવારમાં જૂઓ ને અરિસામાં તમારો ચહેરો ફુગ્ગા જેવો ફુલેલો લાગતો હોય તો તમારે આ વાંચવાની જરૂર છે
ચહેરા પરની પફીનેસનું એક કારણ સોડિયમ છે. જો તમે યોગ્ય પ્રમાણમાં પાણી પીશો તો વધારાનું સોડિયમ ફ્લશ થશે, ચહેરાને રાહત મળશે
ઝેડ રોલર, કોલ્ડ કમ્પ્રેસ અથવા ચિલ્ડ ચમચીથી ચહેરા પર મસાજ કરવાથી પણ તમને રાહત મળશે
તમારા હાથે તમારા ગાલ પરથી ઉપરની તરફ આંગળીઓ લઈ જઈ મસાજ કરો. બ્લડ સર્ક્યુલેશન બરાબર હશે તો ચહેરા પર પફીનેસ નહીં દેખાય
વધારે પડતું નમક, પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. આનાથી વૉટર રિટેન્શન થાય છે. શરાબની આદત પણ છોડો અથવા ઓછી કરો
સૂવાની પોઝિશન એવી રાખો કે માથાનું લેવલ શરીરના લેવલ કરતા થોડું ઉપર હોય. ફલુઈડ ચહેરા પર ન જામી જાય તે માટે આ જરૂરી છે
ફેશિયલ એક્સરસાઈઝ કરો. જેવી કે દિવસમાં ત્રીસેકવાર ઈંગ્લીશ આલ્ફાબેટ E અને O બોલો. તમારા ગાલને થપથપાવો
ઑવર થિંકિંગ, સ્ટ્રેસ, ઑવર સ્ક્રીન ટાઈમ પણ તમારા ચહેરાને પફી બનાવી દે છે. આથી થોડા રિલેક્સ રહો અને મનગમતી પ્રવૃત્તિઓ કરો
ચહેરા પરની પફીનેસ હટાવવા લાફ્ટર થેરેપી પણ કામ આવે છે. સતત હસતા રહો અને મોજમાં રહો
આ નુસ્ખા તમે તમારા નિષ્ણાતની મદદથી અજમાવજો અને અમને ચોક્કસ જણાવજો કે તમને ફાયદો થયો કે નહીં