થોડા દિવસો પહેલાના અહેવાલો અનુસાર 16 અબજ જેટલા પાસવર્ડ લિક થયા છે, આ સમાચાર વાંચી બધાને જ ચિંતા થઈ છે
...પણ તમે ચિંતા ન કરો, ગુગલનું એક ટૂલ છે જે તમને કહેશે કે તમારો પાસવર્ડ તો લિક Pasword Leak નથી થયો ને?
ગુગલના આ ટૂલનું નામ છે ગુગલ પાસવર્ડ ચેકઅપ. આ તમારા પાસવર્ડની રખેવાળી કરે છે અને જો લિક થાય તો તમને એલર્ટ પણ કરે છે
આ ફિચર તમને ત્યારે જ મદદ કરશે જ્યારે તમે ગુગલ પાસવર્ડ મેનેજર પાસે તમારા પાસવર્ડ સેવ કર્યા હશે
સૌ પ્રથમ તમે ગુગલ ક્રોમ ખોલો અને જમણી બાજુના ત્રણ ડોટ્સ પર ટેપ કરો. પાસવર્ડ અને ઓટોફિલના ઑપ્શન પર ટેપ કરતા ગુગલ પાસવર્ડ મેનેજર ટેબ ખુલશે
ડાબી બાજુએ તમને પાસવર્ડ, ચેકઅપ અને સેટિંગ્સનું ઑપ્શન દેખાશે. પાસવર્ડ પર ક્લિક કરી Add ઑપ્શનમાં જાઓ, જો તમે પહેલેથી કર્યા હોય તો check ક્લિક કરો
ચેકઅપ ટેબ પર તમારો પાસવર્ડ લિક થયો છે કે નહીં તે તમને કૉમ્પ્રોમાઈઝ્ડ પાસવર્ડમાં દેખાશે.
ગુગલનુ આ ટૂલ તમને એ પણ કહેશે કે તમે કોઈ એપ માટે નબળો પાસવર્ડ રાખ્યો છે, આ સાથે કયા બે અકાઉન્ટ માટે એક જ પાસવર્ડ રાખ્યો છે
ટેકનોલોજીને કારણે જેટલી સમસ્યા ઊભી થાય છે તે ટેકનોલોજીની મદદથી ઉકેલી પણ શકાય છે, માત્ર સચોટ માહિતીની જરૂર