ડેંડ્રફ, ડ્રાઈનેસ, હેરફોલ, સમસ્યા અનેક ઈલાજ એક

લાંબા, કાળા, ઘાટ્ટા વાળ કોને ન ગમે? ચહેરાની સુંદરતામાં વાળ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

પણ ડેંડ્રફ, ડ્રાઈનેસ, હેરફોલ, ગ્રે હેર જેવી સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે, તો આનો ઈલાજ છે  મુલતાની માટી

મુલતાની માટીમાં આર્યન, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો ભરપૂર છે. ત્વચાની સાથે સાથે આ માટી તમારા વાળ માટે પણ લાભદાયક છે.

મુલતાની માટીથી વાળમાં જો ફંગલ ઈન્ફેક્શનને લીધે ડેંડ્રફ થયો હોય તો મુલતાની માટી લગાવવાથી તમને રાહત મળશે.

હેરફોલ એક કૉમન પ્રોબ્લેમ છે. તમે મુલતાની માટીને દહીંમાં મિક્સ કરી વાળમાં લગાવી શકો છો, તમને ચોક્કસ ફાયદો મળશે.

મુલતાની માટીમાં સિલિકૉન ડાયૉક્સાઈડ-SiO2 હોય છે જે હેર રૂટ્સને મજબુત કરે છે અને વાળને પોષણ આપે છે.

ત્વચાની જેમ મુલતાની માટે વાળને પણ ઠંડક આપે છે, આથી વાળમાં આવતી ખંજવાળ કે બળતરા પણ દૂર થાય છે

ઘણા લોકો ઓઈલી હેરને લીધે પરેશાન હોય છે તો મુલતાની માટી તમારા વાળનું એકસ્ટ્રા ઓઈલ શોષી લે છે

મુલતાની માટીને તમારે ગુલાબજળ અથવા દહીંમાં મિક્સ કરી પેસ્ટ બનાવવાની છે અને તે વાળમાં નીચે સુધી લગાવવાની છે

30-40 મિનિટ રાખી, માટી સૂકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી માટી કાઢી લેવાની છે અને પછી તમે શેમ્પૂ-સાબુ વાપરી શકો છો, નિષ્ણાતની સલાહ લઈ પ્રયોગ કરજો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...