ઘણીવાર આપણે કોઈ હાઈપ્રોફાઈલ પાર્ટી કે કોઈ એલાઈટ ગેટ ટુ-ગેધરમાં જઈએ ત્યારે અમુક વાતો મનમાં સવાલ ઊભા કરે છે 

આવો જ એક સવાલ છે કે સ્વીટ અને ડેઝર્ટમાં શું ફેર છે? એક જ સરખા લાગતા બે શબ્દો-વસ્તુઓ અલગ અલગ છે?

તો ચાલો જાણીએ મોઢું મીઠું કરાવતી આ બે ફૂડ આઈટમ્સમાં શું છે ફરક?

સ્વીટ કે મીઠાઈ એવી વસ્તુ છે જે ગમે ત્યારે ખાઈ શકાય. તમે જમવા સાથે લઈ શકો કે જમ્યા પછી લઈ શકો, ક્યારેક શરૂઆત જ મોઢું મીઠું કરાવવાથી થાય

જ્યારે ડેઝર્ટ જમ્યા બાદ જ સર્વ થાય છે. ડેઝર્ટને ફાઈનલ કોર્સ ઓફ મિલ કહેવામાં આવે છે, તેના પછી કંઈ ખવાતું નથી

સ્વીટમાં ભારતમાં ઘણી વિવિધતા છે, જેમાં ઘરે બનાવેલા શિરાથી માંડી બજારમાં મળતી તમામ મીઠી વસ્તુઓનો સમાવેશ થાય છે

ડેઝર્ટમાં કેક, ફ્રુટ સાથેની સ્વીટ, પેસ્ટ્રી, આઈસક્રીમ,મુઝ, સ્મુધી વગેરેનો સમાવેશ થાય છે 

એટલે કે દરેક ડેઝર્ટ સ્વીટ હોય છે, પરંતુ દરેક સ્વીટ ડેઝર્ટ નથી. જોકે બન્નેનું કામ જીભને મીઠો સ્વાદ આપવાનું જ છે

પણ હા, બન્નેમાં શૂગર તેમ જ ચરબીયુક્ત પદાર્થોનો ઉપયોગ થાય છે, તેથી પ્રમાણમાં ખાવામાં આવે તે જરૂરી છે.