Eat breakfast like a king એટલે કે સવારનો નાસ્તો દિવસનો સૌથી મહત્વનો ભાગ છે
આપણે જેને શિરામણ કહીએ છીએ તે નામ પણ શિરા પરથી પડ્યું છે. એટલે સવારે તમારે ઘીથી લબલબતા શિરા જેવો ભારે નાસ્તો કરવો જોઈએ
અહીં એવા નાસ્તાની વાત કરવામાં આવી રહી છે જે તમને આખો દિવસ જરૂરી પોષકતત્વો પૂરા પાડે, એનર્જી આપે
તો આ નાસ્તામાં તમારી યાદીમાં તમારે ભૂલ્યા વિના સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ કે અનાજ ઉમેરવાના છે
સ્પ્રાઉટ્સ વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિ-ઑક્સિડેન્ટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે. જે ધીમે ધીમે ઉર્જા આપે છે, જે તમને આખો દિવસ દોડતા રાખે છે
આખો દિવસ તમે જે ખાઓ-પીઓ તેનું પાચન કરવામાં સ્પ્રાઉટ્સ મદદ કરે છે કારણ કે તે ફાયબરથી ભરપૂર હોય છે
સ્પ્રાઉટ્સનો એક ફાયદો એ છે કે તે તમને પોષણ આપે છે, પેટ પણ ભરાય છે અને કેલરીમાં ઓછા હોવાથી વજન નિયંત્રણમાં રહે છે
બ્લડ શૂગર અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં પણ સ્પ્રાઉટ્સ મદદરૂપ થાય છે, અને આખો દિવસ, દોડવા કામ કરવાની તાકાત આપે છે
વળી, આ માટે તમારે કંઈ જ કરવાનું નથી. રાત્રે યાદ કરી મુઠ્ઠી-બે મુઠ્ઠી મગ કે મઠ કે અન્ય કઠોળ પાણીમાં પલાળી દેવાના છે અને સવારે કાચા ખાવાના છે
આ પ્રાથમિક માહિતી છે, નિષ્ણાતની સલાહ લઈ તેનું સેવન કરો તે જરૂરી છે.