શરીરમાં પોષકતત્વોની ઉણપ છૂપી બીમારી જેવી હોય છે. તેના લીધે શરીર અને મન પૂર્ણ ક્ષમતાથી કામ નથી કરતા
આ તત્વોમાં વિટામિન D પણ સામેલ છે. વિટમિન Dની ઉણપ શરીરમાં થાક, સ્નાયુઓના દુઃખાવા સાથે તાણ અને અનિદ્રાને પણ નોતરે છે
તો આજે અમે તમને બે જ્યૂસ કે સૂપ સૂચવી રહ્યા છીએ, જે બનાવવામાં સહેલા છે અને રોજ કે અઠવાડિયે બે ત્રણવાર તેનો જયૂસ તમને ઘણી મદદ કરશે
તમે મશરૂમનો સૂપ બનાવી પી શકો છો. મશરૂમના સૂપથી તમને વિટામિન D ભરપૂર મળશે. આ સૂપ તમારે અઠવાડિયે એકાદ વાર પીવો જોઈએ
આ સાથે તમે સંતરાનું જ્યૂસ પી શકો છો. સંતરામાં વિટામિન C અને વિટામિન D ભરપૂર છે અને સ્વાદમાં પણ ભાવે તેવું હોય છે
તમારે ફ્રેશ સંતરા લઈ તેનો જ્યૂસ કાઢવાનો છે. સાકર કે બરફ વગેરેનો ઉપયોગ નથી કરવાનો માત્ર પ્લેઈન જ્યૂસ પીવાનો છે.
આ ઉપરાંત દૂધ પણ સારા પ્રમાણમાં વિટામિન D આપે છે. જોકે આ દરેક વસ્તુનું સેવન તમે તમારા નિષ્ણાતને પૂછીને કરો તે યોગ્ય છે.