ચહેરાની સુંદરતામાં વધારો કરે છે આંખો. એટલે જ તો આંખો પર અઢળક શાયરીઓ અને કવિતા લખાય છે

આખા ચહેરા પર જો મેકઅપ બરાબર કરીએ અને આંખોને અવગણીયે તો ચહેરાનું નૂર ઝાંખુ પડી જાય છે

આંખોને આકર્ષક બનાવવા માટે કાજલ, આઈલાઈનર, આઈશેડો અને તેની સાથે મસ્કરા જેવા કૉસ્મેટિક્સ બજારમાં ઉપલબ્ધ છે

ત્યારે આજે અમે તમને મસ્કરા લગાવવાની અમુક ટીપ્સ આપીશું, જે તમારી પાંપણોને મસ્ત બનાવશે અને આંખોને નશીલી

આથી સૌથી પહેલા તો તમે જ્યારે મસ્કરા ખોલો ત્યારે બ્રશ વારંવાર તેમાં પંપ ન કરો, માત્ર એકવારમાં જ બ્રશ મસ્કરા લો

મસ્કરા લગાવો ત્યારે તમારી નજર ઉપર હોવી જોઈએ, જેથી તે ફેલાશે નહીં અને બન્ને બાજુ એકસરખી લાગશે

જો તમારી પાંપણો સ્ટ્રેટ હોય તો તેને કર્લરથી કર્લ કરો, પછી મસ્કરા લગાવો

મસ્કરાની શેલ્ફલાઈફ મેક્સિમમ છ મહિનાની હોય છે, આથી જૂનો મસ્કરા ન લગાવશો. બ્રશ પણ સાફ હોય તેનું ધ્યાન રાખજો

આંખ શરીરનું સૌથી નાજૂક અવયવ છે. આથી સારી બ્રાન્ડના મસ્કરા જ વાપરવાનો આગ્રહ રાખો

ઘણાની આંખોને આ પ્રકારના કેમિકલ્સ સ્યૂટ થતાં નથી, તો તમારા નિષ્ણાતની મદદ લઈને જ મસ્કરાનો ઉપયોગ કરવો