મહિલાઓના જીવનમાં ઘણા અલગ અલગ તબક્કા આવે છે અને દરેક તબક્કામાં સારા આરોગ્ય માટે તેણે ખાસ દરકાર કરવી પડે છે
કિશોરાવસ્થામાં પિરિયડ્સની શરૂઆત થાય અને પ્રૌઢાવસ્થામાં મેનોપોઝ આવે ત્યાં સુધી તેનાં શરીરમાં ઘણા ફેરફાર થાય છે
તો આજે અમે એક એવું પીણું સજેસ્ટ કરીએ છીએ જે સ્વાદ અને પૌષ્ટિકતામાં પરફેક્ટ છે. તે છે દૂધમાં ઉકાળેલી કિશમિશ
દૂધના વિટમિન બી-12, ડી, પ્રોટીન તો કિશમિશમાં આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે છે, જે સાથે મળી રેડ સેલ્સ બનાવ
ે છે
મહિલાઓમાં મોટે ભાગે એનિમયા-લોહીની કમી જોવા મળે છે. દૂધમાં કિશમિશ ઉકાળી પીવાથી હિમોગ્લોબિન-રેડ સેલ્સ વધે છે
પેરી મેનોપોઝ શરૂ થતાં જ મહિલાઓનાં હાડકાંઓ નબળા પડે છે, આ સ્થિતિમાં આ ન્યુટ્રિઅન્ટનું કૉમ્બિનેશન તેમને લાભ કરે છે
આ કૉમ્બિનેશન અનિંદ્રાની, તાણની સમસ્યામાં પણ રાહત આપે છે. હાર્ટ હેલ્થ પણ સારી રાખે છે અને ત્વચાને રાખવામાં મદદ કરે છે.
જો તમે નિયમિતપણે આ પ્રયોગ કરવા માગતા હો તો એક ગ્લાસ દૂધમાં 10થી 12 કિશમિશ ઉકાળી તે દૂધ પી શકાય. બને તો સાકર નાખવાનું ટાળજો
ડાયાબિટિસના દરદીઓ કિશમિશ ન ખાય તે હિતાવહ છે. બાકી તમામે પોતાના તબીબી નિષ્ણાતની સલાહ લેવી