ઉનાળામાં આવતી કેરી ફળોનો રાજા કહેવાય છે, પરંતુ ગૂણોમાં ફળોનો રાજા રાયણ છે

પીળા કલરનું આ ફળ બોટનિકલી Manilkara hexandra કહેવાય છે, પરંતુ તે રાણીમેવા, રાજદાન, રાજફળ તરીકે પણ જાણીતું છે

રાયણમાં મલ્ટિવિટામિન્સ છે અને તે પોષકતત્વથી ભરપૂર હોય છે. શરીરને સ્વસ્થ રાખવાની સાથે ઘણી બીમારીમાં પણ ઈલાજ તરીકે કામ આવે છે

પણ શું તમે રાયણના વૃક્ષના ફાયદાઓ જાણો છો? રાયણના લાકડા અને પત્તા પણ એટલા જ ઉપયોગી છે

રાયણના વૃક્ષના પત્તાની છાલ પિસી તેને ગુમડા પર લગાડવાથી ગુમડા મટી જાય છે

રાયણના પત્તાની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ત્વચા સુવાળી બને છે અને ખિલના ડાઘ પણ મટી જાય છે

રાયણના બીજમાંથી તેલ બનાવવામાં આવે છે, આ તેલનો રસોઈ અને દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે

રાયણનું લાકડું ફર્નિચર અને બાંધકામમાં ઉપયોગી છે કારણ તે ઘણું જ મજબૂત હોય છે

રાયણની છોડ કે ડાળખીઓ ખેડૂતો કલમ કરવામાં ઉપયોગમાં લે છે. એક છોડ સાથે જ્યારે બીજા પ્રજાતિના છોડને જોડવો હોય ત્યારે આ છોડ ઉપયોગમાં લેવાય છે

આ વૃક્ષો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધારે જોવા મળે છે, પણ કમનસીબે આ ઓછા થતાં જાય છે. 

આથી રાયણ પણ બજારોમાંથી લુપ્ત થતી જાય છે અને જ્યાં મળે છે ત્યાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે.