લાપતા લેડિઝ ફેમ 17 વર્ષીય નિતાંશી ગોયલે આ વર્ષે જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે
અત્યાર સુધીના તેના બંને લૂક ખૂબ જ શાનદાર રહ્યા છે અને ત્રીજા લૂકના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે
આ ફોટો જોઈને તમને એવું લાગશે કે જાણે કોઈ સુંદર મજાની ડોલ જ તમારી સામે ઊભી છે
નિતાંશીએ પોતાના ત્રીજા લૂક માટે ઈન્ડિયન ડિઝાઈનર લેબલ પાપા ડોન્ટ પ્રીચ બાય શુભિકાનો આઉટફિટ પસંદ કર્યો હતો
નિતાશીએ પેસ્ટલ કલરનો સુંદરમજાનો મોતી અને હેવી બીડ્સ વર્કવાળો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો
આ ડ્રેસમાં નિતાંશી એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી હતી
તેણે પોતાના લૂક પેસ્ટલ પ્લેટફોર્મ હિલ્સ, એલિગન્ટ ફ્લોરલ ઈયરરિંગ્સથી કમ્પલિટ કર્યો હતો
હળવા કર્લ્સ અને સુંદર મેકઅપમાં નિતાંશી એકદમ કોઈ હૂર પરી જેવી દેખાઈ રહી હતી
તેના આ લૂકને જોઈને ફેન્સ પણ હાર્ટબીટ ચૂકી ગયા હતા
તમે પણ એનો વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...