ફ્રેન્ચ રિવેરામાં કાન ફિલ્મ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે
દર વર્ષની જેમ જ ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી છે
ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક ઐશ્વર્યાના કાન લૂકની રાહ જોઈ રહ્યા હતા અને ઐશ્વર્યાએ પણ ફેન્સને પોતાના લૂકથી બિલકુલ નિરાશ નથી કર્યા
સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો કાન ફિલ્મ ફેસ્ટિવલ લૂક વાઈરલ થઈ રહ્યો છે અને દેસી લૂકમાં ઐશ્વર્યા સુંદર લાગી રહી છે
આઈવરી બનારસી સાડ સાથે માંગમાં સિંદૂર, ડાર્ક પિંક કલરની એમરલ્ડ જ્વેલરીમાં ઐશ્વર્યા ડોલ જેવી સુંદર લાગી રહી હતી
ઐશ્વર્યાનો આ લૂક ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો
ફૂલ સ્લિવ્ઝ બ્લાઉઝની સાથે ઐશ્વર્યાએ રાઈટ સાઈડમાં સાડી સાથે મેચ કરતો દુપટ્ટો કેરી કર્યો હતો
હાથ જોડીને પેપ્ઝને પોઝ આપતી ઐશ્વર્યા જાણે સ્વર્ગથી ઉતરેલી અપ્સરા જેવી લાગી રહી હતી
ઐશ્વર્યાનો આ દેસી લૂક જોઈને ફેન્સ એકદમ મોજમાં આવી ગયા હતા એક ફેને તેના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું ક્વીન ઈઝ બેક
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યાનો આ લૂક ઓપરેશન સિંદૂરને ડેડિકેટેડ હતો