શરીરને ચુસ્ત રાખવા, યાદશક્તિ વધારવા કે સ્વાદ માટે આપણે મોંઘા ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ
મોટાભાગની મીઠાઈઓ સહિત ઘણા વ્યંજનોમાં કાજૂ, બદામ, કિસમિસ, પિસ્તા, અંજીર વગેરેનો ઉપયોગ થાય છે
પણ શું તમને ખબર છે, આપણે જે કાજૂ,બદામ પિસ્તાને ડ્રાયફ્રૂટ કહીએ છીએ તે વૈજ્ઞાનિક ભાષામાં ડ્રાય ફ્રૂટ નથી?
વૈજ્ઞાનિક રીતે કે પાકશાસ્ત્ર પ્રમાણે ડ્રાયફ્રૂટ એટલે એવા ફળ જેનું પાણી સૂકાવવામાં આવે છે. જેમકે દ્રાક્ષને સૂકવીને તેને કિસમિસ બનાવવામાં આવે છે
એટલે કિસમિસ, ખજૂર અથવા સૂકી ખારેક, અંજીર એ બધા ડ્રાયફ્રૂટની કેટેગરીમાં આવે છે, કાજૂ, બદામ કે પિસ્તા નહીં
તો પછી કાજૂ, બદામ કે પિસ્તાને શું કહેવાય? વિજ્ઞાનની ભાષામાં આ બધાને ડ્રુપ (drupes)કહેવામાં આવે છે
ડ્રુપ એટલે એવા બીજ જેની ઉપર એક હાર્ડ લેયર હોય છે અને અંદરથી નીકળેલા બીજને ખાઈ શકાય છે
જોકે રોજ બોલાતી ભાષામાં જે વર્ષોથી અમુક નામ પડી ગયા હોય તેને ભૂલાવવા અઘરા હોય છે, પરંતુ જાણકારી રાખવી જરૂરી છે