17 મેના રોજ વર્લ્ડ હાઈપરટેન્શન ડે મનાવવામાં આવે છે. ભારતમાં Hypertensionના 29 ટકા દરદી હોવાનું અહેવાલો જણાવે છે
હાઈ બીપી અથવા લૉ બીપી બન્ને ઘણી ગંભીર આરોગ્યલક્ષી સમસ્યાઓ નોતરી શકે છે. ત્યારે આ લાઈફસ્ટાઈલ ડિસિઝ માટે ડાયેટ મહત્વનું છે
ખાસ Hypertensionના દરદી માટે તૈયાર કરવામાં આવેલા ડાયેટ પ્લાનને dietary approaches to stop hypertension એટલે કે Dash Diet કહેવાય છે.
આ પ્લાનમાં એવા ભોજન સજેસ્ટ કરવામાં આવે છે જેનાથી સોડિયમ નિયંત્રણમાં રહે. પ્રતિદિન 2300થી 1500 મિલીગ્રામ સોડિયમ લેવા કહે છે
પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈૂર, પ્રોટીન, કેલ્શિયમથી ભરપૂર ભોજન પર ભાર મૂકે છે.
તમામ લીલા શાકભાજી ખાવા. ફાયબર અને વિટમિન્સ તેમ જ મિનરલ્સના સોર્સ છે અને બીપીના પેશન્ટ માટે બેસ્ટ માનવામાં આવે છે
ડેશ ડાયેટમાં પ્રતિદિવસ 2000 કેલરીવાળું ભોજન લેવા કહેવામાં આવે છે. અનાજ, શાકભાજી, ફળ, જેવી વસ્તુને કેટલી માત્રમાં ખાવી તે પણ કહેવામાં આવે છે
ડેશ ડાયેટ સારી ફૂડ હેબિટ્સ માટે પણ સજેસ્ટ કરવામાં આવે છે. તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ લઈ ફોલો કરી શકો છો