સફેદ વાળા કાળા કરશે આ ઘરે બનાવેલું તેલ
ખોટી ખાણી-પીણી, તણાવ અને પ્રદુષણને લીધે નાની ઉંમરથી જ વાળ સફેદ થવાની સમસ્યા અનેકને સતાવે છે
આ માટે બજારમાં કેટલાય મોંઘા ઈલાજ છે તો ઘણા નાની ઉંમરથી જ ડાય કે કેમિકલ્સવાળા હેરકલરનો સહારો લે છે
આ ઉપાયોથી વાળ કાળા તો થતાં નથી, પરંતુ વાળ ડ્રાય થવા, ખંજવાળ આવવી અને વાળ ખરવા જેવી સમસ્યા ઉદભવે છે
તો આ માટે તમને એક સાદો, સરળ અને દેશી ઉપચાર અમે બતાવીએ છીએ. ઘરમાં બનાવેલા આ તેલથી તમારી સમસ્યા 60થી 70 ટકા હલ થઈ જશે
તમારે સૌ પ્રથમ તલનું એક લીટર શુદ્ધ તેલ લેવાનુ છે. તેને એક વાસણમાં કાઢી ગેસ પર મૂકી ધીમી આંચે ઉકાળવાનું છે
તેલમાં એક ઉફાળો આવે ત્યારબાદ તેમાં મિડિયમ સાઈઝના દોઢ લીંબુનો રસ ઉમેરવાનો છે અને ફરી ધીમી આંચે ગરમ કરવાનું છે
ફરી ઉફાળો આવે એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ પડવા દો અને તેને ગાળી એક કાચની બરણીમાં ભરી લો
ફરી ઉફાળો આવે એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ પડવા દો અને તેને ગાળી એક કાચની બરણીમાં ભરી લો
ચોથા દિવસથી આ તેલ તમારે તમારા વાળમાં બરાબર લગાવવાનું છે અને પાંચ-સાત કલાક રાખ્યા બાદ વાળ ધોઈ લેવાના છે
લગભગ ત્રણેક મહિના બાદ તમારા સફેદવાળ ધીમે ધીમે કાળા થશે અથવા તો વાળ સફેદ થતાં અટકશે
આ પ્રયોગ તમારા આયુર્વેદના નિષ્ણાત ડોક્ટરને પૂછયા બાદ જ અમલમાં મૂકજો. અમારી ટીમ કોઈપણ પ્રકારના પરિણામ માટે જવાબદાર નથી.