કોઈપણ ફળ અથવા ભોજન જો તાજુ અને કુદરતી રીતે ખવાય તો ચોક્કસ તે શ્રેષ્ઠ છે અને શરીરને પણ પૂરતા પોષક તત્વો આપે છે 

...પણ આજના સમયમાં મોટેભાગે દરેક વસ્તુને ફ્રીજમાં રાખવાની ટેવ પડી ગઈ છે અને તે લાઈફસ્ટાઈલનો એક ભાગ છે

કાચી કેરી ખરીદો અને તેને પકાવો ત્યારે તે એકસાથે પાકી જતી હોય છે. આથી કેરીને ફ્રીજમાં રાખવા સિવાય ઉપાય નથી હોતો 

દરેક ફળની જેમ ફળોનો રાજા કેરી પણ ફ્રીજમાં સચવાતો હોય છે ત્યારે ફ્રીજમાં રાખેલી કેરી ખાવી કે કેમ તે જાણીએ

આથી જો તમારે પણ પાકેલી કેરી ફ્રીજમાં મૂકવી હોય તો જૂના છાપામાં લપેટીને મૂકશો તો કાળી નહીં પડે અને તાજી રહેશે.

કાપેલી કેરી ફ્રીજમાં મૂકવાનું ટાળવું અને રાખવી જ હોય તો એરટાઈટ ડબ્બમાં પેક કરીને રાખવી

કેરી એકાદ બે દિવસ ફ્રીજમાં રાખી શકાય. વધારે સમય રાખો તો તેનો ઓરિજિનલ સ્વાદ આવતો નથી અને પોચી પડી જાય છે.

પાકી કેરીને ખાવાની સૌથી સારી રીત છે કે તમે તેને કાપ્યા પહેલા બે કલાક માટે પાણીમાં પલાળો, જેથી તે ઓછી ગરમ પડશે