શું તમારા ફ્રિજમાં રાખેલો ફૂદીનો થઈ જાય છે ખરાબ? આ રીતે સ્ટોર કરશો તો નહીં બગડે...
મોટાભાગની ગૃહિણીઓને સમસ્યા સતાવતી હોય છે કે ફૂદીનાને કઈ રીતે લાંબા સમય સુધી તાજો રાખી શકાય?
જો તમને પણ આ સમસ્યા સતાવી રહી છે તો આજે અમે અહીં તમારા માટે કેટલીક ટિપ્સ લઈન
ે આવ્યા છીએ
ફૂદીનાના ખરાબ પાંદડાને અલગ કરીને ડાળીથી અલગ કરીને હૂંફાળા પાણીથી ધોઈ લો
ધોયેલા ફૂદીનાને સુતરાઉ કે કોટનના ટોવેલથી સૂકાવી દો અને હવામાં રાખી મૂકો
સૂકાઈ ગયેલાં ફૂદીનાના પાનને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો
જો તમે ચાહો તો એરટાઈટ કન્ટેનરમાં ટિશ્યુ રાખીને પણ ફૂદીનો સ્ટોર કરી શકો
છો
ફૂદીનાને તમે ઝિપલોકમાં રાખીને વેજિટેબલ ટ્રેમાં રાખી શકો છો અને એની સાથે ટ
િશ્યૂ રાખવાનું ભૂલશો નહીં
ફૂદીનાની ડાળખીને પાણી ભરેલાં ગ્લાસમાં મૂકીને તેને પ્લાસ્ટિકથી ઢાંકીને ફ્રિજમાં રાખો, આવું કરવાથી અઠવાડિયા સુધી ફૂદીનો તાજો રહે છે
ફૂદીનાની પેસ્ટ બનાવીને બરફની ટ્રેમાં મૂકીને ફ્રોઝન કરી દો, જ્યારે જરૂર પડે ત્યારે આ ક્યુબનો ઉપયોગ કરી શકો છો
ફૂદીનાને સૂકાવીને પણ તમે એને એરટાઈટ જારમાં સ્ટોર કરી શકો છો
છે ને કામની માહિતી? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા
રહો