ઉંદરોનો આંતકથી તો દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક પરેશાન રહી જ હશે

આ ઉંદરો ખૂબ જ નુકસાન પહોંચાડે છે, જો તમને પણ આ સમસ્યા સતાવી રહી છે તો આ સ્ટોરી તમારા માટે જ છે

ઉંદર ખાવા-પીવાની સાથે સાથે વસ્તુને નુકસાન પહોંચાડવાની સાથે સાથે ઘણી વખત દુર્ઘટનાનું કારણ પણ બને છે

આજે અમે અહીં કેટલાક એવા સરળ ઉપાયો જણાવીશું કે જેનાથી તમે ઉંદરોને ભગાવી શકશો

ઘરમાંથી ઉંદરોને દૂર ભગાવવા માટે સૌથી પહેલાં તો ઘરમાં સાફ-સફાઈ રાખો, ખાવા-પીવાની વસ્તુને ઢાંકી રાખો

સાફ-સફાઈ

ઢાંકી રાખો

ઉંદરોને ફુદીના અને લવિંગની ગંધ જરાય પસંદ નથી એટલે જો ઘરમાં ઉંદર હોય તો ઘરના ખૂણામાં લવિંગ અને ફુદીનો રાખી મૂકો

ફુદીના

લવિંગ

તમાલપત્ર પણ ઉંદરોને ભગાડવા માટે એક બેસ્ટ ઓપ્શન છે, ઘરમાં કે કબાટમાં જ્યાં પણ ઉંદરોની અવર જવર હોય ત્યાં તમાલપત્ર મૂકી રાખો

તમાલપત્ર

કાંદા અને લસણ પણ આમાં તમારી મદદ કરી શકે છે, કારણ કે આ બંનેની તીવ્ર ગંધ પણ ઉંદરોને પસંદ નથી આવતી

કાંદા

લસણ

આ ઉપાય અજમાવી જુઓ, કદાચ તમારી સમસ્યા પણ ઉકેલાઈ જશે