ગાર્નિશિંગ માટે વપરાતી કોથમીરના સ્વાસ્થ્યને પણ છે ફાયદા
કોઈપણ શાક, દાળ, સલાડ કે પછી ચાટનું ગાર્નિશિંગ જેના વિના અધુરું છે તે છે કોથમીર અથવા લીલા ધાણા કે ધાણાભાજી
દરેક રસોડામાં કોથમીર જોવા મળે છે જે મિનરલ્સ, વિટામિન્સથી ભરપૂર છે, તો ચાલો જાણીએ તેના હેલ્થ બેનિફિટ્સ
જે મહિલાઓને માસિક દરમિયાન વધારે પડતું બ્લિડિંગ થાય છે તેમની માટે કોથમીર રામબાણ ઈલાજ છે
કોથમીરને મિક્સરમાં પિસી ચાર-પાંચ ચમચી જેટલો રસ બનાવી તેમાં ચપટી કપૂર ઉમેરી પી જવાનું છે. બ્લિંડિંગનો ફ્લો ઓછો થઈ જશે
કોથમીરમાં એન્ટિ-ઑક્સિડેન્ટ છે, જે શરીરની સફાઈનું કામ કરે છે. આ સાથે શરીરમાં સોજા ચડી ગયા હોય તો તેને રોકે છે
કોથમીરમાં ટેરપિન અને કેરસેટીન છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે
જેમને છૂટથી પેશાબ ન આવતો હોય તેમણે કોથમીર નિયમિત ખાવી. તેમાં ડાયયુરેટિક પ્રોપર્ટીઝ છે જે વધારાના પાણીને પેશાબ વાટે બહાર કાઢે છે
કોથમીરનું રોજ સેવન કરવાથી યુટીઆઈની સમસ્યામાં રાહત મળે છે અને કિડનીને બરાબર કામ કરવામાં મદદ મળે છે
પાર્કિસન્સ અને અલ્ઝાઈમરના દરદીઓને કોથમીર ખાવા કહેવામાં આવે છે. તેનાથી મગજની કોશિકાઓ શિથિલ થતી અટકે છે અને બ્રેઈન હેલ્થ સુધરે છે
કોથમીર તમે શાકભાજીમાં નાખી શકો, દહીં લઈ તેમાં કોથમીર નાખી ખાઈ શકો અથવા તેનો રસ કાઢી પી શકો
આ માહિતી અમારા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે, તમે તમારા ડોકટરની સલાહ મુજબ જ કરો તે આવશ્યક છે.