મોંઘાદાટ લવિંગ ઘરે જ ઉગાડો

દાળ-શાકથી માંડી મસાલા અને ઐષધીઓમાં વાપરવામાં આવતા લવિંગના ભાવ હંમેશાં આસમાને જ હોય છે

લવિંગ રસોડામાં મસાલા તરીકે કામ આવે છે અને લવિંગ ખાવાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે

..તો ચાલો તમને ઘરે જ લિવંગ ઉગાડવાની ટીપ્સ આપી દઈએ. 

સૌ પહેલા પાંચ-સાત લવિંગને પાણીમાં એક દિવસ માટે પલાળી રાખો

ત્યારબાદ એક કુંડામાં માટી ભરો અને તેના પર પાણીનો છંટકાવ કરી માટીને સોફ્ટ થવા દો

ત્યારબાદ ભીના થયેલા લવિંગ તેમાં એક ઈંચ ઊંડે વાવી દો અને થોડું પાણી છાંટી કુંડાને સૂર્યપ્રકાશ મળે તે રીતે મૂકો

લગભગ બે કે ત્રણ અઠવાડિયા બાદ તેમાંથી અંકુર ફૂટશે અને છોડ મોટો થશે

છોડ મોટો થાય ત્યારબાદ તેની છટણી કરવાની રહેશે અને બે ત્રણ મહિનામાં એકવાર ખાદ્ય નાખવાનું રહેશે

લગભગ એક વર્ષમાં આ છોડમાં લવિંગ આવશે અને જો તમે સંભાળ લેશો તો તમારે બહારથી લવિંગ ખરીદવાની જરૂર નહીં પડે

આ પ્રયોગ કોઈ ગાર્ડિનંગ એક્સપર્ટની સલાહ પ્રમાણે કરજો અને અમને ચોક્કસ જણાવજો તમારા ઘરે લવિંગ ઉગ્યા કે નહીં...