ઉનાળામાં સૌથી વધુ ખવાતું ફળ એટલે તરબૂચ (watermelon). ઉનાળામાં શરીરમાં પાણીની જરૂરિયાત સંતોષતું કલિંગર લગભગ દરેકને ભાવતું હોય છે

બજારમાં રેકડી ભરાયને તરબૂચ મળે છે અને તરબૂચના જ્યૂસ, આઈસક્રીમ પણ લોકો એટલા જ પસંદ કરે છે

તરબૂચ સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે સારું છે, પણ આજે અમે તમને તરબૂચની છાલના ફાયદા જણાવીશું

તરબૂચ પરથી નીકળતી જાડી છાલ તમારે પહેલા તો સ્વચ્છ પાણીએ ધોઈ લેવાની છે અને પછી તેને ઉપયોગમાં લેવાની છે

આ છાલના નાના ટૂકડા કરી તમે ચહેરા પર દસેક મિનિટ મસાજ કરી કરશો તો ત્વચા પરના ડાઘ અને આંખ નીચેની કાળાશ દૂર થશે

વાસણો જો તેલને લીધે ચીંકણા થઈ ગયા હોય તો તરબૂચની છાલથી ઘસી તેને સાફ કરી શકાય છે

તરબૂચ ઑર્ગેનિક રસાયણ તરીકેનું પણ કામ કરે છે. તેના નાના ટૂકડા કરી તેને ઘરના કુંડા કે બગિચામા નાખશો તો છોડ ખિલી ઉઠશે

પાન સાથે તમને જે મીઠી મીઠી ટુટી ફ્રુટી ભાવે છે તે આ તરબૂતની છાલમાંથી બનાવી શકાય છે.

આ માટે ખાસ કેમિકલ વિના પકાવેલા તરબૂચનો ઉપયોગ કરવો અને આ પ્રયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી.