શેરડી વિના ઘરે બનાવો શેરડીનો રસ!
ટાઈટલ જોઈને ચોંકી ગયા હશો, શેરડી વિના શેરડી જેવો એટલે કે શેરડીના રસ જેટલા ફાયદા આપતો અને તેવા જ સ્વાદનો રસ આપણે ઘરે બનાવી શકીએ
ઉનાળામાં ગરમીમાંથી રાહત માટે લીંબુ પાણી અને શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે સૌથી સારા માનવામાં આવે છે
શેરડીના રસમાં નેચરલ શૂગર હોવાથી તમને પીધા બાદ તરત તાકાત મળે છે અને તમે તાજગીનો અનુભવ કરો છો
શેરડીના રસમાં વિટામિન C છે જેનાથી ઈમ્યુનિટી વધે છે અને તમને લૂ લાગવાથી તેમ જ થાક અને બીમારીથી પણ રક્ષણ મળે છે
શેરડીના રસમાં ફાયબર અને એન્ટિઑક્સિડેન્ટ હોય છે જે ગેસની સમસ્યાથી રાહત આપે છે અને પાચનને સરળ બનાવે છે
આ સાથે ઠંડા પીણા કે આઈસક્રીમ કરતા સસ્તો પડે છે અને તેનું ખાસ કોઈ નુકસાન શરીરને થતું નથી
પરંતુ હાઈજિન માટે આગ્રહી લોકોને ગમે ત્યાં ચિચોડો નાખીને શેરડીનો રસ બનાવવા બેસી જતા લોકો પાસેથી રસ પીવો ગમતો નથી
...તો તમે ઘરે જ આવું એક ડ્રિન્ક બનાવી શકો છો, જે સ્વાદમાં શેરડીના રસ જેવું લાગે છે અને તમને પોષકતત્વો પણ આપે છે
આ માટે તમારે મિક્સરમાં ગોળ, કાળા મરી, નમક, ફુદીના અને લીંબુ નાખી પિસી લેવાનું છે અને થોડું પાણી ઉમેરી ઠંડુ કરી લેવાનું છે
આ રસ તમને શેરડીના રસ જેવો જ લાગશે અને સ્વાસ્થ્યને ફાયદા થશે. તો ઘરે ટ્રાય કરો અને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવજો