દરેક ખાદ્ય પદાર્થ આમ તો જેટલા તાજા અને યોગ્ય રીતે રંધાયેલા ભોજનમાં લેવાય તેટલું સારું છે, પરંતુ અમુક સવારની વસ્તુઓ આપણે સાંજે પણ ખાઈએ છીએ
રાત્રે વધેલું ભોજન ઘણીવાર સવારે ઉપયોગમાં લેવાય છે. ખાવાનું ફેંકવુ ન પડે તે માટે મોટેભાગે ઘરની સ્ત્રીઓ આમ કરે છે
...પણ આ એક કટોરી શાક કે ભાત બચાવવાના ચક્કરમાં તમે તમારા આરોગ્યને જોખમમાં મૂકો છો તે તમને ખબર છે?
અમુક પદાર્થો વિશે આજે અમે તમને જણાવીશું જે તમારે ભૂલથી પણ વાસી થયા પછી ન ખાવા જોઈએ
બાફેલા બટેટાઃ મોટા ભાગના ઘરોમાં બટેટા એકસાથે બાફી ફ્રીજમાં સ્ટોર કરી લેવામાં આવે છે અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવાય છે
બાફેલા વાસી બટેટામાં બેક્ટેરિયા ઉત્પન્ન થવાની શક્યતા છે જે બટેટામાં સડો ઊભો કરે છે અને શરીરમાં બીમારીઓ પેદા થાય છે
દૂધ, દહીં, પનીરઃ આ ડેરી પ્રૉડક્ટ્સ વાસી ખાવાની ભૂલ ન કરવી. ગેસ, એસીડીટી અને પેટને લગતી બીમારી ઊભી થાય છે
વાસી ભાતઃ વાસી ભાત ખાવાની ઘણા સલાહ આપે છે કારણ કે આમા ફ્રેગમેન્ટેશન થાય છે, જે ગૂડ બેક્ટેરિયાને ઉત્પન્ન કરે છે
પણ આ ભાતને રૂમ ટેમ્પરેચરમાં રાખવાથી તેમાં બેડ બેક્ટેરિયા વધે છે, જે ચોખામાં પહેલેથી જ છે, આથી તેને ફ્રીજમાં રાખવો જરૂરી છે
શાકભાજીઃ પાલક, કોબી, મેથી જેવી ભાજી કે પત્તાવાળા શાકભાજી વાસી હોય અને વારંવાર ગરમ કરો તો નાઈટ્રોસમાઈંસ નામનું કોમ્પોનન્ટ પેદા થાય છે, જે પાચનક્રિયાને શિથિલ કરે છે
ઈંડાઃ પ્રોટીનથી ભરપૂર ઈંડામાંથી બનાવેલી વસ્તુઓ પણ ગરમાગરમ જ ખાવી જોઈએ. જો વાસી થાય તો સાલમોનેલા નામનો બેક્ટેરિયા તેમાં પેદા થાય છે, જે તમને બીમાર બનાવી શકે છે
આ માહિતી પ્રાથમિક સંશોધનો દ્વારા આપવામાં આવી છે, તમે તમારા નિષ્ણાતની સલાહ પ્રમાણે કરજો.