મોટાભાગની મહિલાઓને બંને હાથના નખ લાંબા રાખવાની ટેવ હોય છે, પરંતુ આ લાંબા નખને મેઈન્ટેન રાખવાનું અઘરું હોય છે, જેની અસર આપણી ખાવા-પીવાની ટેવો પર પણ પડે છે.

આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી નખ વધારી શકો છો

લાંબા નખ તમારા હાથની સુંદરતા વધારવાની સાથે સાથે ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બને છે

ચાલો જોઈએ કઈ છે આ ટિપ્સ...

સૌથી પહેલાં તો તમારા નખ લાંબા હોય તો તેની સફાઈ પર ખાસ ધ્યાન આપો, નહીં તો તમે બીમાર પડી શકો છો

નખમાં જો જરા પણ ગંદકી રહી જશે તમારી ઈમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડી શકે છે

લાંબા નખને સ્વસ્થ રાખવા પણ એટલું જ જરૂરી છે, એટલે તમારા આહારમાં કેલ્શિયમ, પ્રોટિયમ અને વિટામિન્સનો સમાવેશ કરો

નખને હાઈડ્રેટ રાખવા માટે શક્ય હોય એટલું વધારે પાણી પીવો, આવું કરવાથી અનેક બીમારીથી બચી શકો છો

તમારા નખ નબળા છે અને વારંવાર તૂટી જાય છે તો રોજ કોપરેલ તેલથી તેને માલિશ કરો

આ ઉપરાંત આવા નખ પર શક્ય હોય એટલું ઓછું નેલપોલિશ લગાવો, કારણ કે નેલપોલિશમાં કેમિકલ્સ હોય છે, જેને કારણે નખ ડેમેજ થાય છે