આજકાલ મોટાભાગના ઘરોમાં ટમેટાની પ્યૂરીનો ભરપૂર ઉપયોગ થાય છે

ટમેટાની સિઝન ન હોય ત્યારે પ્યૂરી વાપરી શકાય તે માટે તેને સ્ટોર કરવામાં આવે છે 

જોકે ઘણીવાર સ્ટોર કરેલી પ્યૂરી લાંબો સમય ફ્રેશ રહેતી નથી, તો આજે અમે તમને ટીપ્સ આપશું, જેથી તમારી પ્યૂરી મહિનાઓ ચાલે

સૌ પ્રથમ તો તાજા દેશી ટમેટા લઈ, તેને ક્રશ કરી ગાળી લો. પ્યૂરીને દસેક મિનિટ ગેસ પર પકાવી, તેને એકદમ ઠંડી પડવા દો

હવે તેને ડિપ ફ્રીજમાં આઈસ પ્લેટમાં જમાવી દો, તેની આઈસ ક્યૂબ બની જાય એટલે તેને ઝીપ બેગમાં સ્ટોર કરી ડિપ ફ્રીઝમાં મૂકી દો

અથવા તમે કાચની જારને ગરમ પાણીમાં નાખી સેનેટાઈઝ કરો અને તેમાં પ્યૂરી ભરી, તેમાં એક ચમચો સરસોનું તેલ નાખો અને ફ્રીજમાં રાખો

જો તમારા ઘરે ફ્રીજ ન હોય તો તમે કાચના જારમાં પ્યૂરી ભરી તેમાં મીઠું અને લીંબુ નાખી તેને સ્ટોર કરો. બે અઠવાડિયા સુધી પ્યૂરી નહીં બગડે

આમ કરવાથી તમારી પ્યૂરી લાંબો સમય સુધી સારી રહેશે. તમે ઘરે પંજાબી ડીશથી માંડી બધુ જ બનાવી શકશો

આ પ્રયોગ તમે કરો તે પહેલા એક્પર્ટની સલાહ લઈ શકો અથવા પહેલા થોડી માત્રામાં જ પ્યૂરી સ્ટોર કરો

ત્યારબાદ તમારો અનુભવ કેવો રહ્યો તે અમને જણાવો અને સાથે તમારા સર્કલમાં પણ શેર કરો