ગઈકાલે જ આદર જૈન અને અલેખા અડવાણી લગ્નબંધનમાં બંધાઈ ગયા અને બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે , જેની અસર આપણી ખાવા-પીવાની ટેવો પર પણ પડે છે.

કપૂર ખાનદાનના ચિરાગના લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાંથી કેટલાકના લૂક્સ લાઈમલાઈટ લૂંટી રહ્યા છે

આજે અમે અહીં તમને આવા જ કેટલાક સેલિબ્રિટીના લૂક્સથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે

ભાઈના લગ્નમા કરિના કપૂર-ખાન લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાડી પર ગોલ્ડન અને બીટ્સ વર્ક કરવામાં આવ્યું છે

આલિયા ભટ્ટે પેસ્ટલ પિન્ક કલરની સિક્વન સાડી પહેરી હતી, જે સબ્યસાચીના એક્સક્લ્યુઝિવ કલેક્શનનો હિસ્સો હતી

કરિશ્મા કપૂરે ભાઈના લગ્ન માટે એકદમ એલિગન્ડ સાડી પહેરી હતી અને એની સાથે તેણે સુંદર ડિઝાઈનર બ્લાઉસ પેયર કર્યું હતું

એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ આ સમયે કાળા કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી, જે તેમણે 20 વર્ષ પહેલાં બ્લેક મૂવીના પ્રીમિયરમાં પહેરી હતી 

અનન્યા પાંડેએ તરુણ તાહિલિયાનીની સુંદર લાલ સાડી પહેરી હતી, જેની ઉપર સુંદર એમ્બ્રોઈડરી અને જરદોસી વર્કવાળું બ્લાઉસ પહેર્યું હતું 

સુહાના ખાને આ ઈવેન્ટ માટે ઓફ વ્હાઇટ કલરના લહેંગા પર પસંદગી ઉતારી હતી