મહાશિવરાત્રિ આવી રહી છે ત્યારે જો તમે પણ શિવજીની પૂજા-અર્ચના કરવાના છો તો તમારે આ વાંચી લો
શિવલિંગની પૂજા કરતા સમયે શિવલિંગ પર બિલિપત્ર ચઢાવવાની પરંપરા છે
આ વખતે 26મી ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે, આ દિવસે શિવજી અને પાર્વતીના લગ્ન થયા હતા
આ ઉપરાંત આ જ દિવસે ભોળાનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા, એટલે આ દિવસે શિવિલંગની પૂજા કરવાનું ખાસ મહત્વ છે
શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આ દિવસે શિવલિંગ પર બિલિપ
ત્ર અને જળ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે
પરંતુ આવા સમયે મોટાભાગના ભક્તો કન્ફ્યુઝ થઈ જાય છે કે શિવલિંગ પર બિલિપત્ર સીધું ચઢાવવું કે ઊઁધું?
આજે અમે તમને અહીં આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ-
શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શિવલિંગ પર બિલિપક્ષ હંમેશા ઊંધું ચઢાવવું જોઈએ જેનાથી પૂજા પૂર્ણ ગણાય છે
આ સિવાય બિલિપત્રનો આગળનો ભાગ શિવલિંગને સ્પર્શવો જોઈએ, જેથી તેને ઊંધું ચઢાવવામાં આવતા તેનો રસ શિવલિંગ પર પડે
આ ઉપરાંત બિલિપત્ર ચઢાવવાથી તેની ઊર્જા અને આકર્ષિત કરવાની શક્તિ શિવલિંગ પર જ કેન્દ્રિત રહે છે
હવેથી તમે પણ જ્યારે શિવલિંગની પૂજા કરો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો હં ને?