દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.

તે હાડકાને મજબૂત બનાવવાની સાથે પ્રોટીન પણ પૂરું પાડે છે.

કેટલાક લોકો અંગત ફાયદા માટે દૂધમાં ભેળસેળ કરે છે આવું દૂધ સ્વાસ્થ્ય  માટે હાનિકારક હોય છે.

આજે અમે તમને એવી રીત જણાવીશું જેનાથી તમે ભેળસળયુક્ત દૂધ જાણી શકશો. 

સુંવાળી સપાટી પર દૂધનું એક ટીપુ નાખો અને તેનું સતત નિરીક્ષણ કરો. 

અસલી દૂધ ધીમે ધીમે વહેશે અને નિશાન છોડશે જ્યારે નકલી દૂધ કોઈપણ નિશાન છોડ્યા વિના ઝડપથી વહેશે,

અડધો ગ્લાસ દૂધ અને પાણી મિક્સ કરી તેને જોરથી હલાવો

અસલી દૂધમાં બિલકુલ ફીણ નહીં બને ભેળસેળવાળા દૂધમાં ફીણનું જાડું પડ બનશે 

હુંફાળા દૂધમાં આયોડિન ઉમેરો. જો તે વાદળી થઈ જાય તો તે ભેળસેળવાળું  છે અને જો તેનો રંગ એ જ રહે તો તે પીવા યોગ્ય છે.