આપણામાંથી મોટાભાગના લોકોને ક્યારેકને ક્યારેક અંદાજો આવ્યો હશે કે છોકરાઓ કે પુરુષો કલરને સમજવામાં લોચા મારે છે
છોકરીઓની સરખામણીએ છોકરાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે, પ્રાઈમરી કલરમાં અલગ અલગ શેડ્સ હોય છે,
પરંતુ પુરુષો માટે તો પ્રાઈમરી કલર જ એક કલર હોય છે ઉદાહરણ તરીકે રેડ કલરમાં બ્લડી રેડ, ચેરી રેડ, ચેરી રોઝ વગેરે
પિંકમાં જે રીતે ફૂશિયા પિંક, હોટ પિંક, ગ્રીનમાં સી ગ્રીન, ટરકોઈઝ, ડાર્ક ગ્રીન વગેરે વગેરે, પણ પુરુષો માટે આ બધા કલર સેમ હોય જ છે
પણ શું તમને ખબર છે કે આવું કેમ થાય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ..
એક સ્ટડીમાં આ પાછળનું કારણ સામે આવ્યું હતું અને કારણ ખૂબ જ ચોંકાવનારું છે
મહિલાઓ એક રંગના અલગ અલગ શેડ્સ ઓળખી લે છે અને દરેક શેડ્સને તેઓ તેમના નામથી ઓળખે છે
પુરુષો રંગને સામાન્ય નજરે જુએ છે, જ્યારે મહિલાઓ રંગની અંદર રહેલાં રંગના શેડ્સને ઓળખી લે છે
સ્ટડીમાં જાણવા મળ્યું કે રંગોની ઓળખ એ હોર્મોન્સ સંબંધિત છે, જે મહિલા અને પુરુષોમાં અલગ અલગ હોય છે
મહિલા-પુરુષોના પ્રારંભિક વિકાસ સમયે ટેસ્ટોસ્ટેરોનનું એક્સપ્રેશ મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સના ન્યુરોન્સને પ્રભાવિત કરે છે
જેને કારણે મહિલાઓ પુરુષોની સરખામણીએ વિવિધ રંગોના શેડ્સમાં તફાવત કરી શકે છે
આવી જ વધુ માહિતસભર સ્ટોરી જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે...