કુદરતના ચમત્કાર સમો સિગલ ટાપુ અરબી સમુદ્રમાં કોંકણના દરિયાકાંઠાની નજીક છે.

સિંધુદુર્ગના દેવબાગ બીચ પાસેનો સિગલ ટાપુ રોજ માત્ર 30 મિનિટ જ દેખાય છે.

આ ટાપુ સુંદરતાને કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં મીની થાઈલેન્ડ તરીકે પ્રખ્યાત છે.

રોજ અડધો કલાક આ ટાપુ દરિયામાંથી બહાર દેખાય છે. તે ભારતનું દુર્લભ પર્યટન સ્થળ છે.

અરબી સમુદ્રમાં ભરતી ઓછી થાય ત્યારે આ ટાપુ એક નાના રેતાળ મેદાન જેમ દેખાય છે.

અહીં ઘણા સિગલ પક્ષીઓઆવતા હોવાથી ટાપુનું નામ સિગલ છે.

અડધા કલાકમાં સિગલ ઉપરાંત ટર્ન, કિંગફિશર જેવા ઘણા પક્ષીઓ જોવા મળશે

 આ ટાપુ પક્ષી નિરીક્ષકો માટેનું સ્વર્ગ ગણાય છે.

સિગલ સુધી પહોંચવા માટે પ્રવાસીઓએ કુડાળથી બસ અથવા ટ્રેન દ્વારા માલવણ પહોંચવું પડે છે.

સિગલ ટાપુ જવા દેવબાગથી બોટ ભાડે લેવી પડશે 

મુંબઈથી ન્હાવા શેવા બંદરેથી સિગલ ટાપુ 42.5 km દૂર છે.

ઓછી ભરતીનો સમય રોજ બદલાતો હોવાથી તમારે રાહ જોવી પડી શકે છે.