વિશ્વનું પહેલું ગુલાબ ક્યાં ખિલ્યું હતું?

વેલેન્ટાઈન વીકની શરૂઆત જ રોઝ ડેથી થાય છે. રોઝ-ગુલાબ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે

ગુલાબ તેની સુગંધ અને સુંદરતાને લીધે સૌને પ્રિય હોય છે અને ભગવાનને પણ અર્પણ કરવામાં આવે છે

તમે નહીં માનો પણ દેશ વિદેશમાં ગુલાબની લગભગ 30, 000 જેટલી અલગ અલગ વેરાઈટી છે.

એટલું જ નહીં જંગલી ગુલાબ પણ ઊગે છે અને તેની પણ લગભગ 150 જેટલી અલગ વેરાયટી જોવા મળે છે.

પણ શું તમે જાણો છો દુનિયાનું પહેલું ગુલાબ ક્યાં ઉગ્યું હતું?

વિવિધ અહેવાલોમાં થયેલા દાવા પ્રમાણે આપણા પડોશી દેશ ચીનમાં પહેલું ગુલાબ ઉગ્યું હતું

ચીનમાં ચાઉ રાજવંશના ઇમ્પિરિયલ બગીચામાં પહેલીવાર ગુલાબનું ફૂલ દેખાયાનો દાવો કરવામાં આવે છે

ચીનના ફિલોસોફર કન્ફ્યુશિયસે દાવો કર્યો હતો કે વિશ્વમાં સૌથી પહેલા ગુલાબનું ફૂલ ચીનમાં જોવા મળ્યું હતું

ચીનના આ ગુલાબની હાઈબ્રીડ પ્રજાતિ વિશ્વમાં તૈયાર થઈ અને પછી તેની હજારો પ્રજાતિઓ બની

ભારતમાં ગુલાબની 49 જેટલી વિવિધ વેરાયટી જોવા મળે છે. આ સાથે ભારત મોટા પ્રમાણમાં ગુલાબની નિકાસ કરે છે