હેં...સૌથી વધુ સોનુ આ દેશમાં પ્રોડ્યુસ થાય છે?

સોનુ માત્ર એક ધાતુ નથી, પણ શોખ અને સૌથી સારું માનવામાં આવતું રોકાણ છે

સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તે જોતા લોકો શેરબજાર કે જમીનમાં રોકવાને સોનામાં રોકાણ કરે છે

પણ શું તમને ખબર છે કે સોનાનું સૌથી વધારે ઉત્સાદન કયો દેશ કરે છે?

જો તમારા મનમાં ગલ્ફના દેશો આવી રહ્યા હોય તો તમે ખોટા છો

જે દેશ સૌથી વધારે સોનું પ્રોડ્યુસ કરે છે તે છે આપણો પાડોશી ચીન

માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગમાં જ નહીં, ગોલ્ડ પ્રોડક્શનમાં પણ ચીન દુનિયામાં પહેલા નંબરે છે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ચીનમાં વર્ષ 2023માં 378 ટન સોનું પ્રોડ્યુસ કર્યું છે

વર્ષ 2021થી ચીન વિશ્વમાં અગ્રેસર રહ્યું છે, તે પહેલા ઓસ્ટ્રેલિયા સૌથી વધારે સોનું ઉત્પાદન કરતો દેશ હતો

2006 સુધી સાઉથ આફ્રિકા સૌથી વધારે સોનું ઉત્પાદન કરતો દેશ હતો, પછી લગાતાર ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે રહ્યો

રશિયા, અમેરિકા, ઘાના, ઇન્ડોનેશિયામાં પણ સૌથી મોટા પ્રમાણમાં સોનાનું ઉત્પાદન થાય છે

ભારતમાં સોનાની ખાણો તો ઘણી છે, છતાં આપણી ક્ષમતા કરતા 200 ટકા ઓછું ઉત્પાદન થાય છે, તેમ એક અહેવાલ જણાવે છે

વિશ્વમા આપણે આઠમાં નંબરે છીએ અને હાલમાં સાત સોનાની ખાણમાંથી સોનું ઉત્પાદીત કરવામાં આવે છે.