વેલેન્ટાઈન વીક અને ડે આમેય પ્રેમી પંખીડા માટે ખાસ હોય છે, પણ આ વખતનું આ અઠવાડિયું વધારે ખાસ રહેશે
કારણ કે આ વખતે કેટલીક ક્લાસિક રોમેન્ટિક ફિલ્મો રી રીલિઝ થવા જઈ રહી છે, આવો જોઈએ કઈ છે આ ફિલ્મો
સાતમી ફેબ્રુઆરીના સનમ તેરી કસમ ફિલ્મ પાછી રીલિઝ કરવામાં આવશે
એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર રેખા અમિતાભ અને જયા બચ્ચનની લવ ટ્રાયેંગલવાળી ફિલ્મ સિલસિલા પણ આ જ દિવસે રીલિઝ થશે
છઠ્ઠી ફેબ્રુઆરીના દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર પદ્માવત પણ રીલિઝ થશે
ફેમસ બોલીવુડ ફિલ્મ બરેલી કી બરફી પણ આ સમયે રીલિઝ થશે એવું કહેવાય છે
ફેન્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક પણ પાછી રીલિઝ કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી આમિર ખાનના દિકરા જુનૈદ ખાનની ફિલ્મ લવયાપા પણ આ જ અઠવાડિયે થિયેટરમાં રીલિઝ થશે
આ ફિલ્મમાં શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂર પણ જોવા મળશે
ટુંકમાં કહીએ તો આ વખતે વેલેન્ટાઈન વીકમાં લવ ઈન એર અને થિયેટરમાં પણ જોવા મળશે