સાવધાનઃ આ બે લક્ષણો કેન્સરના હોઈ શકે

આજે વિશ્વ કેન્સર દિવસ છે. ભારત સહિત આખા વિશ્વ માટે આ બીમારી સામે ઝઝૂમવું એક પડકાર સાબિત થઈ રહ્યો છે

ગયા વર્ષે ભારતમાં કેન્સરના 14 લાખ કેસ નોંધાયા હતા અને આ વર્ષે 12 ટકાનો વધારો નોંધાઈ શકે તેમ આઈસીએમઆરએ જણાવ્યું છે

કેન્સરની બીમારી શરીર મન અને ખિસ્સા ખાલી કરનારી બીમારી છે. આ જીવલેણ બીમારી પરિવારને પાયમાલ કરી નાખે છે

આમ તો કેન્સરના કોઈ ખાસ લક્ષણો નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બે બાબતો એવી છે જે આ બીમારી તરફ ઈશારો કરે છે

જો ડાયેટ, કસરત કે જીવનશૈલીનમાં ફેરફાર કર્યા વિના તમારું વજન અચાનક ઘટવા માંડે તો તેને અવગણશો નહીં

આ સાથે જ જો તમારા શરીરમાંથી લોહી ઓછું થતું જણાય તો ડોક્ટર પાસે દોડી તમામ ચેક અપ કરાવી લેશો

આ બે લક્ષણો કેન્સર તરફ ઈશારો કરે છે. તમારી સતર્કતા રોગ અને તેની મોંઘી અને પીડાદાયક સારવારથી તમને બચાવશે

કેન્સર પણ લાઈફસ્ટાઈલ ડિસિઝ છે. ખાસ કરીને તમાકુ, સિગારેટ અને દારૂનું સેવન આ બીમારી નોતરી શકે છે

આ સાથે અશુદ્ધ હવા અને પ્રદુષણ પણ કેન્સરનું જોખમ વધારી રહ્યા છે. પેસિવ સ્મોકિંગ અને વાહનોનો ધુમાડો પણ જીવલેણ રોગ નોતરે છે

કેન્સરના ઈલાજમાં કેમિયોથેરેપી, રેડિયોથેરેપી ઉપરાંત ઈમ્યુનોથેરેપી, હોર્મોન થેરેપી પણ સામેલ કરવામાં આવી છે

...પણ જો આપણે શિસ્તબદ્ધ જીવન જીવીએ અને શરીરમાં થતાં ફેરફાર પર નજર રાખીએ તો રોગથી બચી શકાય છે.

અને જો તમે આ રાક્ષસના ભરડામાં આવી જાઓ તો મેડિકલ ટ્રીટમેન્ટ સાથે તમારો જુસ્સો તમને આ રોગમાંથી છૂટકારો આપી શકે છે

આ પ્રાથમિક માહિતી છે તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ લઈ શકો છો.