ભારતનું એક માત્ર રાજ્ય જ્યાં ઇન્કમ ટેક્સ નથી

આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટેક્સની વસુલી કરે છે

આ ટેક્સનો ઉપયોગ દેશ અને રાજ્યની વિકાસ યોજનામાં થાય છે

ઇન્કમટેક્સ એ એવો ટેક્સ છે જે તમારી આવક પર લગાવવામાં આવે છે

આવકવેરા વિભાગ તેને ક્લેક્ટ કરે છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. 

દેશના વિવિધ રાજ્યમાં ટેક્સના નિયમો સરખા નથી. કેટલાક રાજ્યમાં કરમુક્તિઓ પણ છે. 

સિક્કિમ એ હિમાલયની પર્વતમાળામાં આવેલું સુંદર રાજ્ય છે. 

આ રાજ્યને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. 

ભારતીય આવકવેરા ખાતાની કલમ 10(26AAA)હેઠળ સિક્કિમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

અહીંની કરમુક્ત નીતિને કારણે સ્થાનિક નિવાસીઓ અને વેપારીઓ સશક્ત બન્યા છે.

કુદરતી સૌંદર્ય ધરાવતું આ રાજ્ય પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.