આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે, બજેટ દેશની આર્થિક દિશા નક્કી કરે છે,
આવનારા વર્ષ માટે સરકારના ખર્ચ અને આવકના લેખાજોખા રજૂ કરે છે
પણ શું તમે દર વર્ષે પહેલી ફેબ્રુઆરીના જ બજેટ કેમ રજૂ કરાય છે, એ જાણો છો? નહીં ને? ચાલો તમને આ વિશે જણાવીએ-
એવું નથી કે હંમેશાથી બજેટ પહેલી ફેબ્રુઆરીના જ રજૂ કરાય છે
આ પહેલાં 28મી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવાની પરંપરા હતી.
પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે આ તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ
28મી તારીખે બજેટ રજૂ થયા બાદ નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં સરકાર પાસે નવા ફેરફારો લાગુ કરવા ઓછો સમય રહેતો હતો
જેની અસર સરકારી યોજનાઓ અને એના અમલ પર જોવા મળતી હતી
2017માં તત્કાલિન નાણા પ્રધાન અરુણ જેટલીએ નિર્ણય લીધો કે
હવે પહેલી ફેબ્રુઆરીના જ બજેટ રજૂ કરવામાં આવશે
આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ હતું નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસથી
યોજનાઓ કાર્યાન્વિત કરી શકાય એ માટે સમય રહે
બજેટ બાદ નવા નાણાંકીય વર્ષની શરૂઆત થાય છે અને પ્રાઈવેટ સેક્ટર આવશ્યક યોજનાઓને અમલી બનાવવા તૈયારી કરી શકે
2017થી 28મી ફેબ્રુઆરીના બદલે પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવાની શરૂઆત થઈ અને ત્યારથી આ પરંપરા આજે પણ ચાલી આવી છે
છે ને એકદમ કામની માહિતી, આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...