અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ મહાકુંભ, પ્રયાગરાજ અને શાહી સ્નાનની ચર્ચા જ ચાલી રહી છે, દેશ-વિદેશથી લોકો અહીં આવી રહ્યા છે
જો તમે પણ આ કુંભના ફોટો અને વીડિયો જોયા હશે તો તેમાં એક ખાસ પ્રકારના બ્રિજ જોવા મળી રહી છે જેને પાંટુન પૂલ કહેવાય છે
આ પાંટુન પૂલ બનાવવા માટે એક હજાર લોકોએ 10-10 કલાકનો સમય લીધો છે, પણ ગોળાકાર ટ્યૂબમાં શું હોય છે એ જાણો છો?
આ પૂલની મદદથી જ દરરોજ કરોડો લોકો પ્રયાગરાજમાં ગંગા પાર કરી રહ્યા છે, આ પૂલ સિલિન્ડર જેવા ગોળ અને કાળા હોય છે
આ સિલિન્ડર પર જ રોડ બનાવવામાં આવેલા હોય છે અને એને પીપા પૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે
હવે આ પૂલને જોઈને સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આ પૂલ કેવી રીતે બન્યા છે અને એની અંદર શું હોય છે? ચાલો જાણીએ
આ પાંટુન કે પીપા પૂલ 2500 વર્ષ પહેલાં એટલે કે ઈસ.પૂર્વે 480માં ફારસી એન્જિયનિયરોએ તૈયાર કર્યા હતા
આ બ્રિજના તમામ સિલિન્ડર એકબીજા સાથે બાંધવામાં આવે છે અને એની ઉપર ગાટર સેટ કરવામાં આવે છે, જેમાં લોક લગાવી શકાય છે
નટ બોલ્ટથી તેને બાંધવામાં આવે છે અને ત્યાર બાદ હાઈડ્રાની મદદથી તેને નદીમાં ધકેલવામાં આવે છે
વાત કરીએ આ સિલિન્ડરની તો તેની અંદર કંઈ જ ભરવામાં નથી આવતું, તેમાં માત્ર હવા જ ભરેલી હોય છે
મોટી હોડીઓ જે મોડેલ પર બનાવવામાં આવે છે એ જ મોડેલની જેમ આ પણ બનાવવામાં આવે છે
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન, તમે પણ આ માહિતી તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો...