સ્માર્ટ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે અને એમાં iPhoneને લઈને તો લોકોમાં એક અલગ ક્રેઝ જોવા મળે છે

આપણે પણ અવારનવાર સમાચારોમાં આઈફોન ખરીદનારાઓની અજીબોગરીબ સ્ટોરી વાંચી જ હશે

અનેક લોકો માટે તો આઈફોન એ ફોન નહીં પણ શો ઓફ કરવાનું અને સ્ટેટસ સિમ્બોલ બની ચૂક્યું છે

આઈફોનનો સ્પેલિંગ શરૂ થાય છે અને એપ્પલના પ્રોડક્ટના નામ હંમેશાથી જ આઈથી શરૂ થાય છે, એ તો તમારા ધ્યાનમાં હશે જ ને?

પરંતું શું તમને આઈફોનના સ્પેલિંગમાં રહેલાં આ સ્મોલ આઈનો મતલબ ખબર છે? નહીં ને? ચાલો તમને આજે એ વિશે જણાવીએ-

1998માં જ્યારે કંપનીએ iMacની જાહેરાત કરી હતી ત્યારે કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે 'i'નો અર્થ જણાવ્યો હતો

કંપનીના પ્રોડક્ટના નામમાં રહેલાં iનો અર્થ જણાવતાં સ્ટીવ જોબ્સે જણાવ્યું હતું કે આઈ એટલે ઈન્ટરનેટ

એટલું જ નહીં આ આઈ એટલે ઈન્ડિવિઝ્યુઅલ, ઈન્સ્ટ્રક્ટ, ઈન્ફોર્મ અને ઈન્સ્પાયરને પણ દર્શાવે છે

અહીંયા તમારી જાણ માટે કે 2008માં જ્યારે એપ્પલે આઈફોનનું વેચાણ શરૂ કર્યું હતું ત્યારે આખી દુનિયામાં તેના 3 હજાર યુનિટ્સ વેચાયા હતા

જ્યારે 2024માં કંપનીએ 23.3 બિલિયન આઈફોન્સ વેચ્યા છે, જે ખરેખર એક નોંધનીય આંકડો છે