સામાન્યપણે આપણે કોઈ પણ શુભ કે નવા કામની શરૂઆત કરીએ તો સાથિયો કે સ્વાસ્તિક કરવાની પરંપરા છે

પરંતુ શું તમને ખબર છે સીધો સાથિયો કરવાથી જેટલો લાભ થાય છે એવા જ પ્રકારનો લાભ ઊંધો સ્વાસ્તિક કરવાથી મળે છે?

ચાલો આજે તમને આ વિશે જણાવીએ, જાણીએ કે ક્યારે ક્યારે કરવામાં આવે છે ઊંધો સાથિયો-

સીધું સ્વાસ્તિક જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે જ્યારે ઉલ્ટું સ્વાસ્તિક કરવા પાછળ પણ અનેક માન્યતાઓ જોડાયેલી છે

ઉંધો સાથિયો કોઈ ખાસ પ્રસંગે કે મુશ્કેલ સમયે કરવામાં આવે છે અને અનેક લોકો માનતા તરીકે પણ ઊંધો સાથિયો કરે છે

ભારતના અનેક મંદિરોમાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવા સાથિયા કરે છે

જ્યારે તેમની આ ઈચ્છા કે મનોકામના પૂરી થાય એટલે તેઓ સકારાત્મકતાનો અનુભવ કરે છે

ઉંધો સાથિયો બનાવવાનું ચલણ મોટાભાગે એવી જગ્યાએ જોવા મળે જ્યાં લોકો પોતાની મનોકામના પૂરી કરાવવા માંગે છે

અમુક લોકો તીર્થસ્થળે કે પવિત્ર સ્થાને ઉંધા સાથિયા કરે છે જે તેમની મનોકામના કે સમસ્યાનું નિરાકરણ લાવવાની પ્રતિક સમાન છે

ઘણા લોકોની એવી માન્યતા પણ છે કે ઉંધો સાથિયો કરવાથી નેગેટેવિટી દૂર થાય છે

સ્વાસ્તિક હંમેશા સુંદર, સ્પષ્ટ અને સ્વચ્છ રીતે બનાવવાનો જોઈએ જેથી તેની પોઝિટિવ અસર જોવા મળે

આ ઉપરાંત સ્વાસ્તિક એવી જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં ધાર્મિક માન્યતા હોય, ઘરમાં ઊંધો સ્વાસ્તિક બનાવવું શુભ નથી માનવામાં આવતું