પ્રયાગરાજમાં સંગમ કિનારે 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થયો છે જેમાં દેશવિદેશથી લાખો લોકો લોકો આવી રહ્યા છે .

મેળામાં કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પાપનો દોષી બને છે.

તમે પણ કુભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો આ ભૂલ કરવાથી બચો 

દરેક ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના કારણે પવિત્રતા પર કોઈ અસર ના થાય 

મહાકુંભમાં ભાગ લો છો તો તમારે દ્વેશ, લોભ અને નકારાત્મક લાગણીથી દૂર રહેવું જોઈએ

 મહાકુંભમાં સ્નાન કરતા દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે તેમના કારણે કોઈને આર્થિક નુકસાન ના થાય 

મહાકુંભ ક્ષેત્રમાં સાત્વિક ભોજન જ ખાવામાં આવે છે. અહીં માસ, મદિરા,  લસણ ડુંગળીનું સેવન પ્રતિબંધિત છે.

પવિત્ર નદીને કિનારે  સ્નાન કરતી વખતે સાબુ, શેમ્પુ, ડિટરજન્ટનો ઉપયોગ ટાળો કારણકે નદી દૂષિત થાય છે.

સરકારી સૂચનાનું પાલન કરો, અફવાઓથી ના દોરાઇ જાવ