ક્યાં બને છે પદ્મ પુરસ્કારો ખબર છે?
26મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે 2025ના પદ્મ પુરસ્કારોના નામની યાદી જાહેર કરી, જેમાં ગુજરાતની 8 હસ્તીનો સમાવેશ થાય છે
ભારત રત્ન પછીના સૌથી પ્રતિષ્ઠિત ત્રણ પુરસ્કરોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી છે.
આ એવોર્ડ્સ માટે જે ચંદ્રક આપવામાં આવે છે તે કાસ્યથી બનેલો હોય છે અને તેના પર નકશીકામ અને શિલાલેખ વ્હાઈટ ગોલ્ડથી કરવામાં આવે છે
પણ શું તમને ખબર છે કે આ સુંદર અને પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારતના
ક્યા શહેરમાં બને છે?
તો કામ કરવાનું ગૌરવ પશ્ચિમ બંગાળના ખૂબ જ જાણીતા કોલકત્તા શહેરને પ્રાપ્ત થયું છે
અહીંના અલીપુરના ટકશાળમાં આ એવોર્ડ્સ તૈયાર થાય છે, અહીં મિલિટ્રિ એવોર્ડ્સ પણ બને છે
પદ્મ એવોર્ડ્સની શરૂઆત 1954માં થઈ હતી, તે સમયે માત્ર વિભૂષણ અપાતો, પછીથી ફેરફાર થયા
1955થી ત્રણ એવોર્ડ્સ આપવામાં આવે છે. આ તમામ ચંદ્રકો એકજ જગ્યા એક જ ફેક્ટરીમાં વર્ષોથી બને છે
આ વર્ષે આઠ ગુજરાતી સહિત 139 ભારતીયોને સરકારે એવોર્ડ્સ એનાયત કર્યા છે. હવે રાષ્ટ્રપતિના હસ્તે તેમને ભવ્ય સમારોહમાં એવોર્ડ મળશે.