બોલીવૂડમાં કોઈ પણ બેકઅપ કે ગોડફાધર વિના ટકવું અને નામ બનાવવું ખૂબ જ અઘરું છે

હંમેશાથી જ એવી માન્યતા છે કે ઈન્ડસ્ટ્રીમાં ટકી જવા તમારા માથે કોઈ મોટા માણસનો હાથ હોવો જરૂરી છે

પરંતુ આજે આપણે ઈન્ડસ્ટ્રીના એવા સેલેબ્સ વિશે વાત કરીશું કે જેઓ કોઈ પણ સપોર્ટ વિના પોતાના દમ પર આગળ આવ્યા છે

આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે અક્ષય કુમારનું. અક્ષય કુમાર પોતાની જાતે જ મહેનત કરીને સફળતાના શિખરે પહોંચ્યો છે

જયદીપ અહલાવતે પણ પોતાના ટેલેન્ટના જોરે જ ઈન્ડસ્ટ્રીમાં નેમ અને ફેમ બંને હાંસિલ કર્યા છે

રણદીપ હુડ્ડાની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ એક્ટર્સમાં કરવામાં આવે છે અને તેનું પણ કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી

હીરોઈનમાં પિંક ગર્લ તાપસી પન્નુએ પણ કોઈ પણ સપોર્ટ વિના ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસ બનીને નામ કમાવ્યું છે

નવાઝુદ્દીન સિદ્દીકી પણ ગોડફાધર વિના જ ઈન્ડસ્ટ્રીમાં ટકી ગયો છે અને સફળતા હાંસિલ કરી છે

પંકજ ત્રિપાઠીને તો કઈ રીતે ભૂલાય ભાઈસાબ, તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે

પોતાની એક્ટિંગના જોરે ફેન્સના દિલ જિતી લેનારા કેકે મેનનને કઈ રીતે ભૂલાય? મહેનત અને ઈચ્છાશક્તિથી તેઓ સફળ થયા છે