ભારતમાં સૌથી અમીર અને સૌથી ગરીબ મુખ્યપ્રધાન કોણ છે 

દેશના 28 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી પૂડુચેરી અને જમ્મુ કશ્મીરમાં સીએમ છે 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તમામ 31 મુખ્યપ્રધાનોમાં સૌથી અમીર અને સૌથી ગરીબ મુખ્યપ્રધાન કોણ છે? 

રિપોર્ટ મુજબ ભારતમાં દરેક બધા સીએમની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે

31 મુખ્ય પ્રધાનોની કુલ સંપત્તિ 1630 કરોડ રૂપિયા છે 

આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે સૌથી ધનિક સીએમ છે 

બીજા સૌથી વધુ ધનિક સીએમ અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ છે જે 332 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન સીતારામૈયા 51 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે 

જોકે, પેમા ખાંડુ પર રૂ 180 કરોડ, સિદ્ધારમૈયા પર રૂ. 23 કરોડ અને નાયડુ પર રૂ. 10 કરોડનું દેવું છે 

15 લાખની સંપત્તિ સાથે પ. બંગાળના મમતા બેનરજી દેશના સૌથી ગરીબ સીએમ છે 

જમ્મુ અને કાશ્મીરના ઓમર અબ્દુલ્લા રૂ. 55 લાખની સંપત્તિ સાથે બીજા સૌથી ગરીબ સીએમ છે 

રૂ. 1.18 કરોડની સંપત્તિ સાથે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન ત્રીજા સૌથી ઓછા શ્રીમંત સીએમ છે