ભારત એ વિવિધતામાં એકતાની ઓળખ ધરાવતો દેશ છે અને અહીં એવી અનેક ફરવાલાયક જગ્યાઓ આવેલી છે

આ જગ્યાઓ સ્વર્ગથી જરાય ઓછી ઉતરતી નથી એટલે જીવનમાં એક વખત તો ચોક્કસ ફરવાલાયક છે

આજે અમે અહીં તમને આવી જ ભારતની દસ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવાય છે અને અહીં તમે શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ જેવી જગ્યાઓની મુલાકાત લઈ શકો છો

લક્ષદ્વીપ એ ભારતનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ નથી. કપલ્સ માટે આ પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન છે

સુંદર બર્ફાચ્છાદિત, હરિયાળા પર્વતોથી ઘેરાયેલું હિમાચલ પ્રદેશ પણ ખૂબ જ સુંદર છે અને અહીં તમને સુંદર સુંદર લેન્ડસ્કેપ જોવા મળશે

આંદામાન પણ સુંદર અને રોમેન્ટિક ડેસ્ટિનેશનમાંથી એક છે અને અહીં તમને એક અલગ જ શાંતિનો અહેસાસ થશે

ગોવાના સુંદર બીચ, સનરાઈઝ-સનસેટ સિવાય અહીંની નાઈટલાઈફ એન્જોય કરવા પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે

ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે પ્રખ્યા કેરળ પણ એક બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે, અહીંની હરિયાળી તમારી આંખોને ઠંડક પહોંચાડશે

રોયલ રાજસ્થાન પણ ભારતની સુંદર જગ્યાઓમાંથી એક છે. અહીં કળા અને ઈતિહાસનો અદ્ભૂત સમન્વય જોવા મળે છે

દાર્જિલિંગની ખાસિયત વિશે વાત કરીએ તો ત્યાં ચાયના બગીચા આવેલા છે, અહીં તમને એપ્રિલથી લઈને જૂન સુધીના મહિનાઓમાં ફરી શકો છો

હમ્પી પણ ભારતના એક આકર્ષક પર્યટન સ્થળોમાંથી એક છે અને અહીં પણ મોટી સંખ્યામાં પર્યટકો પહોંચે છે...